અષાઢી બીજ : જાડેજાનું નવું વર્ષ

અષાઢી બીજ આમ તો આખા ભારતમાં અનેક તહેવારોની જેમ ઉજવાય જ છે. આમ તો આ દિવસે સમગ્ર ભારતનું ધ્યાન ખેચતી જગન્નાથપુરીની રથયાત્રા તથા અમદાવાદની રથયાત્રા (અને દેશના અલગ અલગ શહેરોમાં થતી રથયાત્રા તો ખારીજ) પરંતુ સાથે સાથે આ દિવસે કચ્છીઓ અને જાડેજા નું નવું વર્ષ પણ છે.

સમગ્ર ભારતના અલગ અલગ પ્રાંતમાં, ધર્મમાં તથા સમગ્ર વિશ્વમાં કોઈને કોઈ ઘટના, કોઈના આગમન, કે ઈશ્વર તત્વના જન્મની કે પછી પાકની વાવણી તથા લણની અલગ અલગ ઘટના ને ધ્યાનમાં રાખીને નવા વર્ષની ઉજવણી થાય છે. એજ રીતે કચ્છના નવા વર્ષ અને ત્યાં સ્થપાયેલ જાડેજા વંશનું આ નવું વર્ષ છે. તેમની વાતો અને ઈતિહાસ ઘણો રસપ્રદ છે.


જાડેજા વંશની ઉત્પત્તિ વિષે વાત કરીએ તો યાદવ કુળમાં આઠમી પેઢીએ શ્રી કૃષ્ણનો જન્મ થયેલો. તેમના પૌત્ર અનિરુધ અને બાણાસુરની પુત્રી ઓખાના લગ્ન થયેલા. તેમના દ્વારા જન્મેલ પુત્ર એટલે કે શ્રી કૃષ્ણનો પપોત્ર નામે વ્રજનાભના વંશ માંથી જાડેજાઓ ની ઉત્પતિ થાય છે. આ વાતના પુરાવા શ્રીમદભગવત, હરિવંશ અને મહાભારતમાંથી મળે છે.

જાડેજા વંશના પૂર્વજો સિંધ દેશમાં રહેતા પરંતુ ત્યાં મુસ્લિમ સભ્યતાનો ઉદય અને સમા અને સુમરા રાજપૂતોના કનડગત ને લીધે તેમની નજર કચ્છ પ્રદેશ તરફ હતી. ત્યારે જામ ઉન્નડની છઠ્ઠી પેઢીએ થયેલા ‘જામ જાડો’ ગાદી પર આવ્યા. પરંતુ તેમને કોઈ સંતાન ન હોવાથી ભાઈ વેરેજીના પુત્ર લાખાજીને દતક લીધો. ઘણા વર્ષો પછી જામ જાડાને ઘેર કુવાર ઘાનો જન્મ થયો. મોટા થયા પછી જામ લાખાજી અને કુવાર ઘા વચ્ચે તકરાર થતા. જામ લાખાજી પોતાના જોડિયા ભાઈ લાખીયાર સાથે રણની પેલે પાર પોતાનું નસીબ અજમાવવા કચ્છ પ્રદેશ તરફ વળ્યા.

Continue reading

RBI (રિજર્વ બેંક ઓફ ઇન્ડિયા)

ઘણા લોકોને એવો વિચાર આવતો હશે કે આપણો જ દેશ અને આપણી જ બેંક એટલેકે RBI (રિજર્વ બેંક ઓફ ઇન્ડિયા) હોવા છતાં આપણે જોઈએ એટલા રૂપિયા છાપીને દેશનું અર્થતંત્ર ઉપર ના લાવવું જોઈએ. નાણું એક વ્યવહારનું માધ્યમ છે. તેમ જેટલું ચલણ વધારે બનશે તેટલી મોંઘવારી વધશે. જો આવું થાય ને તો દરેકના ઘરે લાખો રૂપિયા પડ્યા હોય. બજારમાં કરોડો રૂપિયા ફરતા હોવાને લીધે જીવન જરૂરિયાત સહિતની વસ્તુમાં ફુગાવાને લીધે ભાવ વધારો જોવા મળે. અરાજકતા અને ભ્રષ્ટાચાર વધે. રૂપિયાનું મૂલ્ય ઘટે. બીજો એક પ્રશ્ન થાય કે વિદેશી દેણું વધારે નોટ છાપી ભરપાઈ ના કરવું જોઈએ, તેવું શક્ય નથી કેમકે દેણું હમેશા વિદેશી ચલણ, ગુડ્સ કે સોના દ્વારા ભરપાઈ કરવામાં આવે છે. એટલે આ માટે આખા વિશ્વમાં એક યોજના બદ્ધ કામ કરવામાં આવે છે. ભારતને તેની સાથે રહીને દેશનું અર્થતંત્ર અને નાણાની ફાળવણી કરવાની હોય છે.

RBI ની શરૂઆત ૧ એપ્રિલ ૧૯૩૫ના રોજ થયેલી. ત્યારે ૧૯૨૬માં આવેલા હીંગટન યંગ કમિસન દ્વારા આની સ્થાપના થઇ હતી, ડો.ભીમરાવ આંબેડકરે આમાં મહત્વનો ભાગ ભજવેલો. તેના પહેલા ગવર્નર સર ઓંસ બોર્ન સ્મિથનજ. હતા. ત્યાર પછી ૧૯૪૩માં સી.ડી. દેશમુખ ભારતના પહેલા ગવર્નર થયા. તમને જાણીને નવી લાગશે કે મનમોહનસિંહ પણ RBI ના ગવર્નર હતા. તે એકજ એવા ગવર્નર છે જે ભારતના પ્રધાનમંત્રી પણ હતા. હાલના ગવર્નર ઊર્જિત પટેલ છે.

Continue reading

અક્ષરદેરી

વસંત પંચમી એટલે શાસ્ત્રીજી મહારાજની જન્મજયંતી પણ સાથે  આ વર્ષે એટલેકે મહા સુદ પાચમ, સવંત ૨૦૭૩ના રોજ ગોંડલ અક્ષરદેરીનું ૧૫૦મુ વર્ષ શરું થવા જઈ રહ્યું છે. ત્યારે ગુણાતીતાનંદ સ્વામી અને અક્ષરદેરી વિષેની થોડી વાતો આપણે જાણીશું તથા તેનો મહિમા સમજવાનો પ્રયાસ કરીશું.

10724916_328827810629027_1089882518_n

ગુણાતીતાનંદ સ્વામી

અક્ષરદેરી એટલે જ ગુણાતીતાનંદ સ્વામીની સમાધિ અને ગુણાતીતાનંદ સ્વામી એટલે સ્વામીનારાયણ ભગવાનની ઓળખાણ સામાન્ય માણસ સુધી પહોચાડનાર. તેમના ધામમાં જવાની અંતિમ રાતનો પ્રસંગ જાણવું તો તે કઈ આ પ્રમાણે છે. તે દિવસે સ્વામીશ્રી એ કહ્યું “આજે તો સવારે ગુવારફળીનું શાક ખાધું, અને વળી બે વખત જમ્યા તેમાં વાયુ થઇ ગયો છે.” પછી સંતોએ શેક કરી આપ્યો તથા ગરમ ઔષધી અજમો, જાવંત્રી વગેરે આપ્યા પછી સ્વામીએ કહ્યું હવે મને ઠીક છે તમે લોકો જઈને આરામ કરો. બધા સંતોના ચાલ્યા જવા પછી સ્વામીજી મહારાજની બેઠકની પ્રદક્ષિણા કરવા લાગ્યા અને પછી થાંભલાને ઓથીકણ આપી સ્વસ્તિક આસનની મુદ્રામાં ધ્યાન કરવા લાગ્યા. સવંત ૧૯૨૩ની આસો સુદ ૧૩ની રાત્રીના પોણા વાગ્યે સ્વામીશ્રીએ સ્વતંત્ર થકા દેહ ત્યાગ કરીને પોતાની દેહલીલા સંકેલી લોધી.

Continue reading

સંવિધાન (ભાગ-3)

૧૯૪૭ની શરૂઆતમાં જયારે અહિયાં ભારતમાં લોકો સંવિધાન સભાથી ઘણી ઉમ્મીદ લગાવીને બેઠેલા હતા. ત્યારે સામે ઇંગ્લેન્ડમાં હાઉસ ઓફ કોમન્સમાં પ્રધાનમંત્રી ચર્ચીલે એક મહત્વપૂર્ણ અને નાટ્યાત્મક ઘોષણા કરી કે અત્યાર સુધી પાર્ટીઓના મતભેદને લીધે સંવિધાન સભા ઠીકથી કામ નથી કરી રહી, તથા આમ ચાલ્યું રહે તો દેશમાં અરાજકતાની સ્થિતિ ઉભી થશે તેથી હવે હિન્દુસ્તાનની રૂપરેખા ઘડવાનું અને તેણે આઝાદ કરવાની જવાબદારી હવે નવા વાઇસરોય લોર્ડ માઉન્ટ બેટનની રહેશે. તેથી હિન્દુસ્તાન પોતાની રીતે આગળ વધી આત્મનિર્ભર અને ખુશાલ દેશ બની શકે.

20070601001208402

તે સમયમાં એક વખત ગાંધીજી સાથે મુલાકાતમાં કે જેમાં સરદાર અને નહેરુ હાજર હતા. નહેરુએ કહ્યું મેં અને સરદારે એક એવી સૂચી તૈયાર કરી છે કે જેમાં કોંગ્રેસને વફાદાર રહેલા સદસ્યો સામેલ હોય. ત્યારે ગાંધીજીએ કહ્યું કે આપણે વફાદારીને ને માપદંડ તરીકે ના લેવો જ્ઞાન ને આધારે કેબીનેટના ૧૪ સદસ્યો પસંદ કરવા. (આજ સુધી આ વાત કોઈ સમજ્યું નથી) ગાંધીજીએ બીજી મહત્વ પૂર્ણ વાત કરી જેમાં તેમને કહ્યું ૧૪ માંથી ૭ સદસ્યો એવા હોય કે જે કોંગ્રેસ પાર્ટીની બહારના હોય અને તમારા મંત્રી મંડળમાં મહિલાઓ, મુસલમાન, પારસી, સીખ, તથા હરીજન હોય, ત્યારે નહેરુએ કહ્યું કે જગજીવન દાસનું નામ અમારા લીસ્ટમાં છે. ત્યારે ગાંધીજીએ પ્રત્યોતરમાં પૂછ્યું આંબેડકરનું નામ છે? તે મારો જુનો વિરોધી છે પરંતુ એ વાત પણ સત્ય છે કે સંવિધાન અને કાનુન વિશેનું તેમના જેટલું જ્ઞાન કદાચ જ ભારતમાં કોઈ પાસે હશે. Continue reading

સંવિધાન (ભાગ-2)

વાતચીત, રૂઠના-મનાના, સમજાવટ વગેરેનો સમય હવે પૂરો થઇ ગયો છે. બે મહિના વીતી ગયા છે. કેબીનેટ મિસન પાછુ ફરી ચુક્યું છે, હિંસાના વાદળો ફરી ઘેરવા લાગ્યા છે. વાઇસરોય વેવલે બધા ગવર્નરને બોલાવી પોલીસ વ્યવસ્થા મજબુત કરવા કહ્યું, બંગાળના ગવર્નરે વેવલને ખબર આપી કે બંગાળના મુસ્લિમ લીગીના મુખ્યમંત્રી એચ.એસ. સોહારવર્દી એ આદેશ કરીને ૧૬ ઓગસ્ટે બધા પોલીસને રજા પર મોકલી દીધા છે. અને બસ તે દિવસ આવી ગયો ૧૬ ઓગસ્ટ ૧૯૪૬ તે ભારતના ઇતિહાસનો કાળા દિવસ તારીખે ઓળખાશે કેમકે બંગાળમાં મુસલમાન દ્વારા ખૂની ખેલ રમવામાં આવ્યો, તેની પ્રતિક્રિયામાં બીજા ધર્મોના લોકો પણ હિંસામાં ઉતારી આવ્યા રસ્તા પર ત્રણ દિવસ માટે ફક્ત હતીયારાનું જ રાજ હતું, તેના જવાબમાં પહેલા બિહાર અને પછી ભારતભરમાં હિંસા ફાટી નીકળી. લગભગ ૪૦૦૦ જેટલા લોકો મૃત્યુ પામ્યા.

વાઇસરોય વેવલનું માનવું હતું કે હિન્દુસ્તાની સાથે બનેલી સરકાર જ આ ગૃહ યુદ્ધ જેવી સ્થિતિ સાંભળી શકશે. તેથી જવાહરલાલ નહેરુને વાઈસ પ્રેસીડેન્ટ અને વલ્લભભાઈને ગૃહ મંત્રી બનાવામાં આવ્યા. જીન્ના સાહેબે પહેલા બહુ મજાક ઉડાવી પછી ૧૫ ઓક્ટોબરે તેમના તરફથી લિયાકત અલી ખાને વિત્ત મંત્રીનું પદ સ્વીકાર કરી લીધું. જોડ તોડની સરકાર તો બની ગઈ પરંતુ તેનું ચાલવું ઘણું મુશ્કેલ હતું.

Continue reading